કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ચીખલી રોડ નજીક આવેલ રહેણાંક વિસ્તારના મુખ્ય રોડ પર આખું ચોમાસુ પાણીનું તળાવ ભરેલું રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ હાલત છે. પણ હજુ સુધી આ પ્રશ્નના નિવારણ માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ડોળાસા ગામના વીસ પરિવારો એવા છે જે આખું ચોમાસુ એક થી બે ફૂટ પાણીમાંથી પસાર થાય છે. અહી ત્રણ વર્ષથી વરસાદી પાણીનો ભરાવો થાય છે પણ તેના કાયમી નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્રણ મહિના સુધી પાણીનો બંધિયાર જથ્થો ગંદકીનું રૂપ ધારણ કરે છે અને રોગચાળાનો ભોગ પણ આ પરિવારો જ બને છે.