કોડીનાર તાલુકાના ડોળાસા ગામે “આત્મનિર્ભર ગ્રામયાત્રા રથ ’’ આવી પહોંચતા બાળાઓ દ્વારા આ રથને તિલક કરી સ્વાગત કરાયું હતું. ડોળાસા કુમારશાળાના મેદાનમાં આ રથ સાથે પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય અમુભાઈ વૈજા અને કોડીનાર તાલુકા કો.ઓપ બેંકના ચેરમેન પ્રતાપસિંહ ડોડીયાએ ગુજરાત અને ભારત સરકાર દ્વારા લોકોને હિતકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમની સાથોસાથ આંગણવાડી બહેનો દ્વારા સરકાર મારફત આંગણવાડીમાં અપાતા પૌષ્ટિક ખોરાકની વિવિધ અને સ્વાદિષ્ટ વાનગીઓનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.