ડોળાસા ગામે ગત સાલ નવો પેવર રોડ બન્યો હતો પણ આ ચોમાસાનો પ્રથમ વરસાદ ૨૦ જૂનના રોજ થયો અને બસ સ્ટેશન વિસ્તારના રોડમાં તળાવો બની ગયા…,! એક એક ફૂટના ખાડામાંથી અને તે પણ પાણી ભર્યું હોય ત્યારે વાહન ચલાવવું મોટી સમસ્યા ઉભી કરે છે. આ ખરાબ રોડના કારણે અનેક નાના મોટા અકસ્માતો થયા છે પણ તંત્ર બેફિકર છે. ..! શું કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોવાઇ રહી છે.? લોકોની સહન શક્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે. ડોળાસાના લોકો રસ્તાના પ્રશ્ને આંદોલનનો માર્ગ અપનાવે તે પહેલાં હાઇવે રોડને ફરીથી પેવર બનાવવા માંગ ઉઠી છે.