કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામની સેવા સહકારી મંડળીની ઓફિસ અદ્યતન બિલ્ડિંગમાં પહેલા માળે ફેરવવામાં આવી છે. સેવા સહકારી મંડળીએ પોતાના ખર્ચે (આશરે પચીસ લાખ) સહકારી ભવનનાં નામે અદ્યતન બિલ્ડિંગ બનાવ્યું છે.
અત્યાર સુધી ડોળાસા સેવા સહકારી મંડળી જૂના મકાનમાં કાર્યરત હતી. પણ છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન મંડળીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં સભાસદો અને સંચલકોનાં નિર્ણયથી સેવા સહકારી મંડળીને અદ્યતન ઓફિસ મળી છે.
જેમાં મોટો હોલ, ઉપરાંત ઓફિસ રૂમ, સ્ટોર રૂમ અને એક અતિથિ રૂમ પણ નિર્માણ પામેલ છે તેમ ડોળાસા સેવા સહકારી મંડળીના મંત્રી સુભાષભાઈ મોરીએ જણાવ્યું હતું.