કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામની ગોંદરાપરા પ્રા. શાળામાં ધોરણ આઠમાં ભણતા બાળકોનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ આઠનાં બાળકોએ શાળામાં છેલ્લી વાર હૃદયસ્પર્શી કાર્યક્રમ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. આ તકે નિવૃત્ત શિક્ષક મેરુભાઈ મોરી, ગોંદરાપરા શાળાનાં વર્તમાન આચાર્ય નારણભાઈ બારડ, શાળાનાં પૂર્વ આચાર્ય દાનસિંહભાઈ ડોડીયા અને શાળાનાં સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.