ડોળાસા ખાતે આવેલી આત્મીય વિદ્યાલયના મેદાનમાં ગીર સોમનાથ જિલ્લા યોગાસન સ્પોટ્ર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના શિક્ષકો હાજર રહ્યા હતા.









































