ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સો દિવસ ટીબી કેમ્પેઈન’નો ડોળાસા ખાતે પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત ટીબી નિદાન માટે ૧૦૦ દિવસ સુધી વિશેષ કાળજી લેવાશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વિઠ્ઠલપુર-વેલણ વિસ્તારના ડાયાબિટીસ, કેન્સર અને જૂના ટીબી દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ વડીલોના એક્સ-રે કરવામાં આવી રહ્યા છે. પ્રથમ બે દિવસમાં ૪૫ લોકોના એક્સ-રે કરાયા છે. તાલુકા હેલ્થ ઓફિસર ડા. એમ.આર. પઢીયારે સહયોગ માટે હાકલ કરી છે.