કોડીનાર તાલુકાના ડોળાસા અને આસપાસનાં ગામોમાં ગત સવારે ૯ઃ૩૦ થી ૧૦ઃ૩૦ સુધી સતત એક કલાક મધ્યમ ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ડોળાસા પંથકના લોકોએ ગરમીના બફારાથી રાહત અનુભવી હતી. તો બીજી તરફ મધ્યમ ધારે વરસાદ વરસતા મેઈન બજાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
આ દરમિયાન ૧૯ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મોસમનો કુલ વરસાદ ૩૯ મિમી નોંધાયો છે.