કોડીનાર તાલુકાના ડોળાસા પંથકમાં આજે બપોર બાદ પલટાયેલા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત બે કલાક અવિરત વરસાદ વરસતા ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું અને નદી નાળા છલકાઈ ગયા હતા. ગામની બજારોમાં નદીઓની જેમ પાણી વહેતા થઈ ગયા હતા. ડોળાસા પંથકમાં અત્યાર સુધીમાં કુલ રર ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, સતત વરસાદથી મોલાત પીળી પડવા લાગી છે અને હવે વરસાદ વિરામ લે અને વરાપ નીકળે તો ખેતરનું કામકાજ શરૂ થઈ શકે અને મજૂરી કામ પણ શરૂ થઈ જાય.