કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આંગણવાડી વિભાગ દ્વારા દીકરીઓ માટે તાલીમ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્યુનિટી હોલમાં આંગણવાડીના ડોળાસા ગૃપ દ્વારા ર૧ આંગણવાડીની ૪ર કિશોરીઓને સ્વરક્ષણ, સ્વચ્છતા અને પૂર્ણ પોષણ-આહાર અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે વાનગી પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. મંજુલાબેન મોરી, મુખ્ય સેવિકા મીનાબેન વાજા તેમજ ડોળાસા વિભાગની તમામ આંગણવાડી બહેનો ઉપÂસ્થત રહી હતી.