કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક નેશનલ હાઇવેના બાયપાસની ગટરનું કામ અધૂરું છોડી દેવાને કારણે લેરકા ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા છે. આના લીધે આગળ જમીન અને રહેણાક ધરાવતા ૨૦૦થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડીને નાસી ગયો છે. કમોસમી વરસાદમાં જ આ સ્થિતિ છે, તો ચોમાસામાં શું થશે તેવો પ્રશ્ન ખેડૂતો કરી રહ્યા છે. જો તાત્કાલિક ગટરનું કામ પૂરું કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.