કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ની માત્ર ૧૪ વર્ષ ની જેન્શી દીપકભાઈ કાનાબાર વિશ્વ સ્તરની ટેનિસ ટુર્નામેન્ટ વિલ્બંડન માટે પસંદગી પામી ડોળાસા ગામનું ગૌરવ વધાર્યું છે. વર્તમાન સમયમાં ભારત ના લોકો ક્રિકેટ પાછળ ઘેલા થયા છે.જ્યારે દુનિયા ભરમાં ટેનિસ અને ફૂટબોલ ના કરોડો ચાહકો છે.આવા સમયે કોડીનાર તાલુકા ના ડોળાસા ગામ ની માત્ર ૧૪ વર્ષ ની દીકરીએ લોકપ્રિય અને વિશ્વ સ્તર ની ટેનિસ ટુર્નામેન્ટ વિલ્બંડન માં સ્થાન મેળવી લોહાણા સમાજ , ડોળાસા ગામ સહિત ગુજરાત નું નામ રોશન કર્યું હતું.