ડોળાસાની વી.જી. સોલંકી બી-ઍડ્ કોલેજ દ્વારા તાલુકાની અડવી પ્રાથમિક શાળા ખાતે છૂટા પાઠ (તાલીમનો એક ભાગ)નું આયોજન કરાયું હતું. જેમાં કાલેજના પ્રિન્સિપાલ પરમાર તથા સ્ટાફના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણના નવા અભિગમ સાથે શિક્ષણ કાર્ય, સહ અભ્યાસિક પ્રવૃતિ, રમત ગમત પ્રવૃતિ અનેસાસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નવિનત્તમ અનુભવ પુરો પાડવામાં આવ્યો હતો.