ડોળાસા ગામની ત્રણેય પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કુમકુમ તિલક કરી બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાળકોના શિક્ષણ પર વાલીઓ પણ ધ્યાન આપે તેવો અનુરોધ કરાયો હતો.