ડોળાસાની ગોંદરાપરા શાળાના શિક્ષકને તેમની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરીને ધ્યાને રાખી તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના સહશિક્ષક નારણભાઈ બારડને મોરારીબાપુના સાનિધ્યમાં યોજાયેલા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષકને તેમના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, મિત્રો તથા શિક્ષકગણે આ એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા.