કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવેલા જલારામ મંદિરે ભાજપના અગ્રણી ઝવેરભાઈ ઠકરાર અને કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સમયે ડોળાસાના રઘુવંશી સમાજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સાથે આગેવાનોએ ચર્ચા કરી હતી.