માર્ચ ૨૦૨૬ સુધીમાં ભારત-અમેરિકા વેપાર કરારના સમાચાર બાદ ગુરુવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં યુએસ ડોલર સામે રૂપિયો ૫૪ પૈસા ઘટીને ૯૦.૪૮ ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો. ફોરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને માર્ચ સુધીમાં  ભારત-અમેરિકા વેપાર કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના હોવાનું જણાવતાં રૂપિયો ૯૦.૪૮ ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો હતો.વધુમાં, બજારમાં પ્રવર્તતી જાખમ ટાળવાની સ્થિતિ, આયાતકારો તરફથી યુએસ ડોલરની મજબૂત માંગ સાથે, રોકાણકારોની ભાવના પર પણ અસર કરી રહી હતી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો યુએસ ડોલર સામે ૮૯.૯૫ પર ખુલ્યો, પછી ૯૦.૪૮ ના રેકોર્ડ ઇન્ટ્રાડે નીચા સ્તરે નબળો પડ્યો, જે તેના અગાઉના બંધ કરતા ૫૪ પૈસાનો ઘટાડો દર્શાવે છે. બુધવારે ડોલર સામે રૂપિયો ૮૯.૮૭ પર સ્થિર રહ્યો હતો.નિષ્ણાતોના મતે, મુખ્ય આર્થિક સલાહકારએ માર્ચ સુધીમાં વેપાર કરારની શક્્યતા વ્યક્ત કર્યા પછી રૂપિયો ૯૦.૪૮૨૫ ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો. વધુમાં, મેક્સિકોકોએ જાહેરાત કરી કે તે ભારત સહિત એશિયન દેશોના માલ પર ૫૦ ટકા સુધીનો ટેરિફ લાદશે. ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ એલએસપીના ટ્રેઝરી વડા અને એકઝીક્્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાલીએ જણાવ્યું હતું કે, “યુએસ અને જાપાનમાં લાંબા ગાળાના વ્યાજ દરોમાં પણ વધારો થયો છે, અને આ રૂપિયાને મદદ કરી રહ્યું નથી.”આ દરમિયાન, યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે અહીં શરૂ થયેલી બે દિવસની વાટાઘાટો વચ્ચે, પ્રસ્તાવિત વેપાર કરાર પર અમેરિકાને ભારત તરફથી અત્યાર સુધીના “શ્રેષ્ઠ” પ્રસ્તાવો મળ્યા છે.વોશિંગ્ટનમાં સેનેટ એપ્રોપ્રિએશન્સ સબકમિટીની સુનાવણીમાં બોલતા, ગ્રીરે કહ્યું કે ભારતમાં કેટલાક રો ક્રોપ અને અન્ય માંસ ઉત્પાદનો સામે પ્રતિકાર છે. યુએસમાં રો ક્રોપમાં મકાઈ, સોયાબીન, ઘઉં અને કપાસનો સમાવેશ થાય છે. આ ટિપ્પણીઓ મહત્વપૂર્ણ છે કારણ કે બંને પક્ષો પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.દરમિયાન, ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કર્યા પછી ડોલર ઇન્ડેક્સ (છ ચલણોની ટોપલી સામે ગ્રીનબેકની મજબૂતાઈનું માપ) ૦.૧૭ ટકા ઘટીને ૯૮.૬૧ પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૧.૧૭ ટકા ઘટીને ૬૧.૪૮ પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક શેરબજારની વાત કરીએ તો, ૩૦-શેરનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૪૩.૬૬ પોઈન્ટ વધીને ૮૪,૮૩૪.૯૩ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૪૧.૦૫ પોઈન્ટ વધીને ૨૫,૮૯૯.૦૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રૂ. ૧,૬૫૧.૦૬ કરોડના શેર વેચ્યા હતા.