અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી સોશિયલ મીડિયા કંપનીએ દાવો કર્યો છે કે, તે સ્ટોક માર્કેટ લ્સિટિંગગ પહેલા રોકાણકારો પાસેથી ૧ બિલિયન ડોલર એટલે કે ૭૫ અજબ રૂપિયા (૭૫ અબજ ૧૩ કરોડ ૪૬ લાખ ૫૫ હજોર ૫૦૦ રૂપિયા) એકત્ર કરવા માટે સંમત થઈ છે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ આવતા વર્ષની શરૂઆતમાં ટ‰થ સોશિયલ નામની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ટ્રમ્પ પર આ વર્ષે જોન્યુઆરીથી ટ્‌વીટર અને ફેસબુક પર પ્રતિબંધ છે. ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજી ગ્રૂપે કહ્યું, “એક અબજ ડોલર એકત્ર કરે છે તે સૂચવે છે કે સેન્સરશીપ અને રાજકીય ભેદભાવ સમાપ્ત થવો જોઈએ.
કંપનીએ કહ્યું- ‘જેમ જેમ અમારી બેલેન્સ શીટ વધશે તેમ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ બિગ ટેક (ફેસબુક-ટિવટર) ના જુલમ સામે લડવા માટે વધુ મજબૂત સ્થિતિમાં હશે.ર્ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં ટ‰થ સોશિયલ લોન્ચ કર્યું હતું. યોજનાની જોહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે તે ‘રાજકીય વિચારધારાના આધારે ભેદભાવ વિર્ના સંવાદનો આધાર બનશે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપે આ પ્રોજેક્ટ પર ડિજિટલ વર્લ્‌ડ એક્વિઝિશન સાથે ભાગીદારી કરી છે.
ટ્રમ્પની કંપનીએ જણાવ્યું હતું કે તેને “સંસ્થાકીય રોકાણકારોના જૂથ” પાસેથી રૂ. ૧ બિલિયન મળ્યા છે. જોકે, આ રોકાણકારો કોણ છે તે તેમણે જણાવ્યું ન હતું. અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા ફર્મની કિંમત હવે ૪ અબજ સુધી પહોંચી ગઈ છે. રોઇટર્સ અનુસાર, ઘણી વોલ સ્ટ્રીટ કંપનીઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નવા સાહસમાં રોકાણ કરવાનું ટાળ્યું હતું, પરંતુ કેટલીક પારિવારિક રોકાણ કંપનીઓ અને શ્રીમંત વ્યક્તિઓએ આમાં મદદ કરી છે.જે સમયે ટ્રમ્પને બ્લોક કરવામાં આવ્યા હતા ત્યારે તે સમયે ટ્રમ્પના ટિવટર પર ૮૯ મિલિયન, ફેસબુક પર ૩૩ મિલિયન અને ઇન્સ્ટાગ્રામ પર ૨૪.૫ મિલિયન ફોલોઅર્સ હતા.