રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથે બે કલાક વાત કરી. આ અંગે રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તેઓ કરાર પછી યુદ્ધવિરામ માટે તૈયાર છે. સોમવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાત કરી, ત્યારબાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાક લાંબી વાતચીત કરી. રશિયન સમાચાર એજન્સી અનુસાર, પુતિન યુક્રેન સાથે શાંતિ કરારનો
આભાર – નિહારીકા રવિયા મુસદ્દો તૈયાર કરવા માટે તૈયાર છે. જાકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ કેવા પ્રકારનો કરાર હશે, પુતિને સંકેત આપ્યો છે કે જા રશિયન સૈનિકો હાલમાં જ્યાં સ્થિત છે તે પરિસ્થિતિ સ્વીકારવામાં આવે તો યુદ્ધવિરામ થઈ શકે છે. પુતિન સાથે વાત કર્યા પછી, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે. ટ્રમ્પે કહ્યું કે મેં પુતિન સાથે બે કલાક વાત કરી. રશિયા અને યુક્રેને તાત્કાલિક યુદ્ધવિરામ માટે વાટાઘાટો શરૂ કરવી જાઈએ અને વધુ અગત્યનું, યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો જાઈએ.
જાકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ કેવા પ્રકારનો કરાર હશે, પરંતુ પુતિને સંકેત આપ્યો છે કે જા રશિયન સૈનિકો હાલમાં જે પરિસ્થિતિમાં છે તે સ્વીકારવામાં આવે તો યુદ્ધવિરામ થઈ શકે છે. પુતિન સાથે વાત કર્યા પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી. ટ્રમ્પે કહ્યું કે મેં પુતિન સાથે બે કલાક વાત કરી. રશિયા અને યુક્રેને તાત્કાલિક યુદ્ધવિરામ માટે વાટાઘાટો શરૂ કરવી જાઈએ અને વધુ અગત્યનું, યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો જાઈએ. એક નિવેદન આપતાં પુતિને કહ્યું કે સૌ પ્રથમ હું રશિયા અને યુક્રેન વચ્ચે સીધી વાતચીત ફરી શરૂ કરવા અને શાંતિ સંધિના સંભવિત નિષ્કર્ષ માટે અમેરિકન સમર્થન બદલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું.
યુએસ રાષ્ટ્રપતિએ દુશ્મનાવટનો અંત લાવવા અને યુદ્ધવિરામ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મારા તરફથી, મેં એ પણ નોંધ્યું કે રશિયા પણ યુક્રેનિયન કટોકટીના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપે છે. આપણે શાંતિ તરફનો સૌથી અસરકારક માર્ગ નક્કી કરવો જાઈએ. અમે યુએસ રાષ્ટ્રપતિ સાથે સંમત થયા કે રશિયા તૈયાર છે અને સંભવિત શાંતિ સંધિ અંગે યુક્રેનિયન પક્ષ સાથે કામ કરવાનો પ્રસ્તાવ મૂકશે, જેમાં ઘણી શરતો વ્યાખ્યાયિત કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, સમાધાનના સિદ્ધાંતો, શક્્ય શાંતિ સમાધાનનો સમય, વગેરે, જેમાં યોગ્ય કરાર થાય તો ચોક્કસ સમયગાળા માટે શક્્ય યુદ્ધવિરામનો સમાવેશ થાય છે.
દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ પુષ્ટિ આપી હતી કે યુક્રેન રશિયા સાથે વાતચીત કરશે. જાકે, તેને રશિયા પર પૂરો વિશ્વાસ નથી. ઝેલેન્સકીએ ટ્રમ્પ સાથેની તેમની વાતચીતનું વિગતવાર વર્ણન કરતા કહ્યું કે તેમણે તેમને કિવને સામેલ કર્યા વિના યુક્રેન પર કોઈપણ નિર્ણય ન લેવા વિનંતી કરી. ઝેલેન્સકીએ કહ્યું કે જા મોસ્કો આપણા પ્રદેશમાંથી આપણા સૈનિકોને હટાવવાની શરત મૂકે છે, તો તેનો અર્થ એ થશે કે તે યુદ્ધવિરામ ઇચ્છતો નથી. કોઈ પણ આપણા સૈનિકોને તેમના પ્રદેશમાંથી બહાર નહીં કાઢે. યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવું એ મારી બંધારણીય ફરજ છે. તે આપણી સેનાની ફરજ છે. જા રશિયા આપણા પ્રદેશમાંથી આપણા સૈનિકો પાછા ખેંચવાની શરત મૂકે છે, તો તેનો અર્થ એ કે તેઓ યુદ્ધવિરામ ઇચ્છતા નથી અને તેઓ યુદ્ધનો અંત લાવવા માંગતા નથી. કારણ કે તે સ્પષ્ટ છે કે યુક્રેન આવું નહીં કરે.