આરોગ્ય વિભાગ સાથેની મડાગાંઠને પગલે સતત પાંચમા દિવસે સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ રહેતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. જેમા અગિયાર સો જેટલા તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી જતાં, દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સરકાર અને તબીબો વચ્ચેની લડાઈમાં દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જીદ્દી સરકાર પણ માંગણીઓ સ્વીકાર તૈયાર નથી અને જીદ્દી ડોકટરો હડતાળ પૂરી કરવા તૈયાર નથી. પાંચ દિવસ થયા છતાં સમસ્યા ઠેરની ઠેર અને કોઈ ઉકેલ નહીં. આ કારણે એવું લાગી રહ્યું છે કે, કોકડુ ગુચવાઈ ગયું છે.
આરોગ્ય વિભાગ સાથેની મડાગાંઠને પગલે સતત બીજો દિવસે સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ રહેતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. બે દિવસમાં અંદાજે ૧૦૦થી વધુ ઓપરેશન રદ થયા છે. કોરોનાકાળમાં હોÂસ્પટલોમાં ફરજ બજોવનારા જુનિયર ડોક્ટરો એક વર્ષના બોન્ડને રેસિડેન્ટશિપમાં ગણવાની માગણી સાથે બુધવારથી હડતાળ પર ઉતર્યા છે. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે એક દિવસમાં ૧૪૦થી વધુ ઓપરેશન થતાં હોય છે. પરંતુ હડતાળને પગલે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૫ અને ગુરુવારે સવારથી સાંજ દરમિયાન ૪૭ એમ કુલ ૧૭૨ ઓપરેશન થયા હતા. આમ, બે દિવસમાં અંદાજે ૧૦૦થી વધુ ઓપરેશન રદ થયા છે. બીજી તરફ હડતાળથી ઓપીડી ઉપર ખાસ અસર પડી નથી. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બંને દિવસમાં ૬૦૦થી વધારે ઓપીડી થઇ છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડા.રાકેશ જોષીએ જણાવ્યું કે, ‘બંને પક્ષ વચ્ચે ઝડપથી સમાધાન થઇ જોય તેવો આશાવાદ છે. હાલમાં હડતાળને પગલે દર્દીઓને સમસ્યા નડે નહીં તેના માટે પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૃપે વેકેશન કેન્સલ કરીને તમામ ફેકલ્ટીને બોલાવી લેવામાં આવ્યા છે. નોન કિલનિકલ સાઇટના ફેકલ્ટીને ક્લીનિકલ સાઇટની જવાબદારી સોંપાઇ છે. અમે ૩૦ જેટલા મેડિકલ ઓફિસરની માગણી કરી છે. આ પૈકી ૬ મેડિકલ ઓફિસર આજથી જોડાઇ ગયા છે અને બાકીના આવતીકાલ સુધીમાં આવી જશે.