લીલીયાના ગોઢાવદર ગામે ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર લીલીયાના પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર ક્રાંકચ તળે પેટા સબ સેન્ટર લીલીયા-ર ગોઢાવદરમાં ડેન્ગ્યુ કન્ફર્મ અનુલક્ષીને જિલ્લા સુપરવાઝર ટીમ સાથે પેશન્ટના ઘરે – ઘરે જઈને મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રેન્ડમલી ઘર ચેક કરી તથા આરોગ્ય શિક્ષણ કામગીરી કરવામાં આવી હતી અને પાણીમાં દવાનો છંટકાવ કરાયો હતો.