ખાંભા તાલુકાના ડેડાણ ગામે બ્રહ્મસમાજની વાડી આગામી સમયમાં નિર્માણ પામનાર હોવાથી આ વાડીના નિર્માણ માટે પૂ.મુક્તાનંદ બાપુ દ્વારા રૂ.પાંચ લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવી છે. ડેડાણમાં શક્તિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય અંબરીશ ડેર સહિત હાજર રહ્યાં હતા. વાડીનું નામ મુક્તાનંદ બાગ રાખવાનું નક્કી કરાયું છે.