ખાંભાના ડેડાણ ગામે મુંજીયાસર જવાના ઉંડા કેડેથી (નેળિયામાંથી) દારૂ અને બીયરની ૧૪ બોટલ ઝડપાઈ હતી. પોલીસે રૂપિયા ૧૪૦૦ની કિંમતનો પ્રોહિબિશન ધારા હેઠળનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત, અરજણસુખ ગામના પાટિયા પાસેથી ૨ લિટર, રંગપુર-વડેરા રોડના સીમ વિસ્તારમાંથી ૫ લિટર અને પીપાવાવ પોર્ટ પાસેથી ૨ લિટર મળી કુલ ૯ લિટર દેશી દારૂ ઝડપાયો હતો. તેમજ જિલ્લામાંથી ૪ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા મળી આવ્યા હતા.








































