ખાંભાના ડેડાણ ગામે પિતાની પાંચમમાં ખર્ચાની લેતીદેતી બાબતે બે સગા ભાઈઓમાં બબાલ થઈ હતી. ભાઈએ સગા ભાઈને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રાજુભાઈ કાનાભાઈ પરમાર (ઉ.વ.૨૭)એ પ્રવિણભાઈ કાનાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમનો સગો ભાઈ થાય છે. તેમના પિતા એકાદ મહિના પહેલા મરણ પામ્યા હતા.
તેમની પાંચમ હોવાથી મહેમાન આવ્યા હતા અને પિતાની પાંચમના ખર્ચાની લેતીદેતી બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઇને જેમફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી. વી. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.
માતાએ પણ પુત્ર સામે ફરિયાદ નોંધાવી
ડેડાણ ગામે રહેતા મંજુબેન કાનાભાઈ પરમાર (ઉ.વ.૬૦)એ પુત્ર રાજુભાઈ કાનાભાઈ પરમાર (ઉ.વ.૨૭) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો પુત્ર દારૂ પીવાની અને ઝગડો કરવાની ટેવવાળો હતો. તેના પતિ એક મહિના પહેલા મરણ પામ્યા હતા, જેથી તેની પાંચમ હોવાથી મહેમાનો ઘરે આવ્યા આવ્યા હતા ત્યારે આવીને પાંચમ કરવાની શું જરૂર છે, આપણે નથી કરવી તેમ કહ્યું હતું. જેથી તેના અન્ય પુત્રએ સમજાવતાં ઉશ્કેરાઈને
આભાર – નિહારીકા રવિયા ગાળો આપી, મુંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.