અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી સાત ખેલીને ૧૧,૦૦૦થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. ખાંભાના ડેડાણ ગામે કાળીધાર પાસેથી ત્રણ ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે મહેશભાઈ કરશનભાઈ ભાલીયા, હિંમતભાઈ હરીભાઈ મકવાણા, મહેશભાઈ વિહાભાઈ ચૌહાણને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૧૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા.
ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં બહારપરા કુંભારવાડામાંથી રઇસભાઇ રજાકભાઇ બીલખીયા, ઇકબાલભાઇ રહીમભાઇ સોલંકી, મુનીરભાઇ રજાકભાઇ ઘોઘારી તથા મોસીનભાઇ મેહબુબભાઇ ભટ્ટી ગંજીપતાના પાના વડે પૈસાની હાર જીતનો તીનપત્તીનો જુગાર રમતા રોકડ રૂ.૧૦,૫૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.એન. માલકીયા વધુ તપાસ કરી રહ્યા છે.