અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા પ્રોહિબીશનની પ્રવૃત્તિ સામે લાલઆંખ કરવામાં આવી છે.
ડેડાણ ગામે જીન વિસ્તારમાંથી મૂળ જેસરના અને હાલ સુરત રહેતા ચીરાગભાઇ ગોબરભાઇ જાદવ (ઉ.વ.૩૨) ની સુરત પાસિંગની કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ મળી હતી. પોલીસે દારૂની બોટલ, કાર સહિત કુલ ૨,૦૦,૨૭૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.જે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૩૦ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ભેરાઈ, ચિતલ, મોણપુર, ચલાલા, અમરેલીમાંથી મળી ૪૧૨ લીટર દેશી દારૂ બનાવવાનો આથો પકડાયો હતો. ચાંચ ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. ડુંગર, ખાંભા, સાવરકુંડલા, ચિતલ, તરકતળાવમાંથી એક-એક તથા બગસરામાંથી બે મળી કુલ સાત ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.








































