ડેડાણમાં દિવાળીના પર્વ ઉપર જ પીજીવીસીએલ તંત્રના ધાંધિયા સામે આવ્યા છે. દિવાળીને લઇ ખરીદી કરવા દુકાનોમાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે ત્યારે અહીં તહેવાર ટાણે જ બબ્બે કલાક વીજળી ગુલ થઇ જતા અનેક ધંધાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અહીં સામાન્ય દિવસોમાં તો વીજતંત્રના ધાંધિયા હોય જ છે પરંતુ તહેવાર પર પણ સાંજે ૬ વાગ્યા આસપાસ વીજ પુરવઠો ખોરવાઇ જતા અંધારપટ છવાઇ જતા વેપાર પર માઠી અસર જાવા મળી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આર્થિક રીતે પડી ભાંગેલા વેપારીઓને આ વર્ષે સારા વેપારની આશા છે પરંતુ ડેડાણમાં પીજીવીસીએલ તંત્ર તેમની આશા પર પાણી ફેરવતું હોય તેવું લાગી રહ્યું છે. તેમ બહાદુરભાઇ હિરાણીની યાદીમાં જણાવાયું છે.