ખાંભા તાલુકાના ડેડાણ ગામેથી રાયડી ગામ તરફ જવાના રસ્તે તૌફીકભાઇ ઉર્ફે જમાલ યુનુસભાઇ બેલીમના વાડી ખેતરમાંથી ૨૦૦ લિટર દેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો આથો ભરેલા બે ટાંકા, ૨૦૦૦ લિટર આથો સહિત ૧૨ હજારનો મુદ્દામાલ રેઇડ દરમિયાન મળી આવ્યો હતો. ડેડાણ ગામે સ્મશાન પાસેથી એક યુવક પાસેથી પાસ પરમીટ વગર ત્રણ લિટર દેશી દારૂ મળ્યો હતો. મોટી કુંકાવાવ ગામેથી રાજકોટના બે તથા મજાદર ગામના પાટીયા અને જોલાપર ગામના પાટીયેથી એક-એક મળી કુલ ચાર ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં પકડાયા હતા. જિલ્લામાં રાજધાની હોટલ ચોકડી પાસેથી બે, વિકટર ગામેથી બે, અમરેલીમાંથી ત્રણ, ચિતલ, નાગેશ્રી અને મજાદર ગામના પાટીયા પાસેથી એક-એક મળી કુલ ૧૦ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઝપટે ચડ્‌યા હતા. અમરેલીમાં રાજકમલ ચોક પાસેથી સુરતના યોગી ચોકમાં રહેતો અને ટ્રાવેલ્સનો ધંધો કરતો એક યુવક ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો.