(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૧૩
આપણે સૌ જાણીએ છીએ કે મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી
છે. અમેરિકાના મેસેચ્યુસેટ્‌સમાં એક વ્યક્તિમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ડુક્કરની કિડની મેળવનાર તે પ્રથમ વ્યÂક્ત હતો. જાકે, લગભગ બે મહિના પછી તેનું મૃત્યુ થયું હતું.
એક આંકડા મુજબ, વિશ્વભરમાં અંદાજે ૧ લાખ લોકો એવા છે જેઓ અંગદાનની રાહ જાઈ રહ્યા છે. પરંતુ કોફીની રાહ ક્યારેય પૂરી થતી નથી. બીજી તરફ મેડિકલ સાયન્સ દરરોજ અવનવા પ્રયોગો કરી રહ્યું છે જેથી લોકોને અંગદાન માટે લાંબી રાહ ન જાવી પડે. નિષ્ણાતો સંશોધન કરી રહ્યા છે જેથી પ્રાણીઓના અંગોનો ઉપયોગ માનવ શરીર માટે થઈ શકે. પ્રાણીઓના અંગો માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. આવો જ એક પ્રયોગ અમેરિકાના મેસેચ્યુસેટ્‌સના રહેવાસી રિક સ્લેમેન સાથે થયો હતો.
૬૨ વર્ષીય રિક સ્લેમેનને ગયા વર્ષે કિડનીની ગંભીર બિમારી હોવાનું નિદાન થયું હતું. આ રોગ પણ તેના છેલ્લા સ્ટેજ પર હતો. આવી સ્થતિમાં તેમની પાસે કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજા કોઈ વિકલ્પ નહોતો. ડાક્ટરે તેને ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે સમજાવ્યો. ડાક્ટરનું કહેવું છે કે જે લોકો અંગદાનની રાહ જાઈ રહ્યા હતા તેમના માટે આ આશાનું કિરણ છે. માર્ચમાં તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.
લગભગ ચાર કલાકની સર્જરી બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જાકે, ડાક્ટરનું માનવું છે કે નવી કિડની વર્ષો સુધી ટકી શકે છે. તેમણે કહ્યું કે અમે પ્રાણીથી માનવ પ્રત્યારોપણને સફળ બનાવવા માટે સતત સંશોધન કરી રહ્યા છીએ. ડોક્ટરે પણ રિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.