યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેડૂત પાણીના ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યો
સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોની વહારે આવે તેવી ઊઠી માંગ
ભૂતકાળમાં પણ ડુંગળીના ભાવ નીચા ગયા હતા ત્યારે કિલો દીઠ ચોક્કસ રકમ નક્કી કરી સરકારે ખેડૂતોને સહાય આપી હતી. ફરી વખત સરકાર દ્વારા આવી જ જાહેરાત થાય એવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે
એક બાજુ ખેત જણસના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતો પોતાનો તૈયાર થયેલ માલ પાણીના ભાવે વેચવા મજબૂર બન્યા છે ત્યારે ફરી એક વખત ડુંગળી વાવતા ખેડૂતોની દશા માઠી થઈ છે. હાલમાં ડુંગળી પ્રતિ ૨૦ KG એ ૬૦ થી ૧૨૦ રૂપિયાના ભાવે વેચાઈ રંહી છે એટલે એક કિલોનો સરેરાશ ભાવ ત્રણથી પાંચ રૂપિયા છે. ડુંગળી પકવવા માટે ખેડૂતોને વીઘે લગભગ ૩૦૦૦૦ જેવો ખર્ચો થાય છે તેની સામે નીચા જતા ભાવને કારણે એક વીઘા દીઠ લગભગ રૂ. ૨૦ થી ૨૫ હજાર જેટલું જ વળતર મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ડુંગળીના પાકનું વાવેતર થયું છે. નીચા જતા ભાવને અટકાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ખેડૂતોમાંથી માંગ ઉઠી છે. કહેવાતા ખેડૂતોના જિલ્લામાં એક પણ રાજકીય આગેવાને ડુંગળીના ભાવ વિશે ક્યાંય પણ રજૂઆત કરી હોય તેવું પણ જાણવા મળ્યું નથી ફક્ત મત મેળવતી વખતે જ ખેડૂતોને વહારે આવવાનું અથવા તો ખેડૂતોને ભાવ અને આવક ડબલ કરી આપવામાં આવશે તેવા બણગા ફૂંકતા રાજકીય આગેવાનો ડુંગળીના ભાવ નીચા જતા હોય ત્યારે સરકારમાં રજૂઆત કરે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવા પ્રયત્નો કરે તેવી પણ ખેડૂતોમાંથી માંગ ઉઠી છ.ે પાણીના ભાવે ડુંગળી વેચવા મજબૂર ખેડૂતોને તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા સહાય કે જાહેર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.









































