રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.ડી.ગોહિલની ચલાલા ખાતે બદલી થતાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએસઆઇ પી.ડી.ગોહિલ દ્વારા વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત વિવિધ ગામડાઓમાં મિટિંગ યોજી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમની ચલાલા ખાતે બદલી થતા વિદાય સમારંભ કાર્યક્રમમાં પીએસઆઇ પી.ડી.ગોહિલનું રાજકીય-સામાજીક આગેવાનોએ ફુલહાર પહેરાવી તેમજ શાલ ઓઢાડી સન્માન કરી વિદાય આપવામાં આવી હતી. પોલીસ સ્ટાફ દ્વારા સન્માન કરી વિદાય આપી હતી. લોકોના સહકાર બદલ પીએસઆઈ પી.ડી.ગોહિલે લોકોનો આભાર માન્યો હતો.