રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ જમકબાઈ કન્યાશાળામાં શાળાનો વાર્ષિકોત્સવ અને ધો. ૮ની વિદ્યાર્થિનીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ તકે ગામના આગેવાનો, વેપારી અગ્રણીઓ અને પત્રકારો, સરપંચ તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ વિદ્યાર્થિનીઓએ કૃતિઓ રજૂ કરી હતી. બાળાઓને તેમની પ્રસ્તુતિ બદલ રોકડ પુરસ્કાર અને ગિફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકોએ પધારેલ સર્વનો આભાર વ્યકત કર્યો હતો.