રાજુલાના ડુંગર ગામે બે યુવકો વરલી મટકાનો જુગાર રમતાં ઝડપાયા હતા. તેમની પાસેથી ૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બુધાભાઇ બાલાભાઇ બલદાણિયા તથા દિલીપભાઇ ધનાભાઇ ચૈહાણ દાતરડી ગામથી આગળ હુલાઇ કૃપા હોટેલના હાઇ-વે રોડ પાસેથી જાહેરમાં ગેરકાયદે આંક ફરકના વરલી મટકાનો જુગાર રમી રમાડતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી ૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.