અમરેલી જિલ્લામાં ઘણા યુવકો વિવિધ કારણોથી લગ્નથી વંચિત રહી ગયા છે. આવા લગ્નવાંછુ યુવકોને ઝાળમાં ફસાવવા એક ટોળકી સક્રિય થઈ છે. આવી ટોળકી લગ્નવાંછુ યુવક સાથે યુવતીના બનાવટી લગ્ન કરાવી માલમત્તા લઈને ફરાર થઈ જાય છે. આવી જ ઘટના ડુંગર ગામના યુવક સાથે બની હતી. જેને લઈ ઉમેશભાઈ મગનભાઈ જાલોધરા (ઉ.વ.૩૨)એ ઘનજીભાઈ કલ્યાણભાઈ જેઠવા રહે.ડુંગર, સંજયભાઈ ઉર્ફે વિજયભાઇ રાજુભાઈ મકવાણા રહે.ઘોઘા, જયોતિ મહેશભાઈ મકવાણા રહે.કુંભારવાડા, ભાવનગર, પ્રભુભાઈ તથા સંગીતાબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે તેમની સાથે જ્યોતિના ખોટા લગ્ન/ફુલહાર કરાવી રૂ.૨,૫૦,૦૦૦ ની ઠગાઇ છેતરપિંડી કરી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એચ.રતન વધુ તપાસ કરી રહ્યા છે.