રાજુલાના ડુંગર ગામના પૂર્વ સરપંચ મનીષભાઇ મહેતાના પિતા તેમજ યુવા પત્રકાર ધર્મેશ મહેતાના દાદાનું દુઃખદ નિધન થયું છે. ડુંગર નિવાસી સ્વ. જયંતિલાલ પ્રાગજીભાઇ મહેતાના પુત્ર મંગળદાસ જયંતીલાલ મહેતા ઉ.વ. ૯૦ તારીખ ૨૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. મનિષભાઈ મહેતાના દાદાનું નિધન થતા સમગ્ર બહ્મસમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મંગળદાસ મહેતાના નિધનના સમાચાર સમગ્ર પંથકમાં ફરી વળતા રાજકિય-સામાજિક આગેવાનોએ મહેતા પરિવારને સાંત્વના પાઠવી હતી.