અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત (અમરેલી) સંચાલિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ સ્થિત ડી. એચ. કાબરીયા આટ્ર્સ મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના યુનિવર્સિટી પરિણામમાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજનું બી.એ. (સાઈકોલોજી) સેમેસ્ટર-૨ નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે અને વિશેષ વાત એ છે કે તમામ વિદ્યાર્થિનીઓ ૧૦૦ ટકા ડિસ્ટીંકશન સાથે ઉત્તીર્ણ થઈ છે. કોલેજમાં ટોપર રહેલી વિદ્યાર્થિનીઓની વિગત જોઈએ તો, બોરડ જેન્સી જે. ૯૦.૯૦ ટકા સાથે કોલેજમાં પ્રથમ ક્રમે, વઘાસીયા ક્રિષ્ના ડી. ૯૦.૦૦ ટકા સાથે દ્વિતીય ક્રમે અને હિરાણી જેનીશા પી. ૮૯.૪૫ ટકા સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે. આ શાનદાર પરિણામ બદલ અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત (અમરેલી) દ્વારા કોલેજના સ્ટાફ, તમામ વિદ્યાર્થિનીઓ અને ખાસ કરીને રેન્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.







































