અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા સંચાલિત ડી.એચ. કાબરિયા આર્ટસ મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના બી.એ. (અંગ્રેજી) સેમેસ્ટર-૧ની યુનિવર્સિટી પરીક્ષામાં શાનદાર પરિણામ મેળવ્યું છે. કોલેજે કુલ ૯૦% પરિણામ સાથે ૧૦૦% ડિસ્ટિંક્શન મેળવીને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે.આ પરિણામમાં, ત્રણ વિદ્યાર્થીનીઓએ ટોચના સ્થાન પ્રાપ્ત કર્યા છે, જેમાં માણિયા સિદ્ધિ ટી. એ કોલેજમાં ૮૬.૩૬% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સરવૈયા હેતસ્વી એસ.એ ૮૪.૭૩% સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે અને વઘાસીયા જાન્વી કે.એ ૮૪.૧૮% સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે.







































