ડી.આર. ઓફિસ-અમરેલીના કાર્યાલય અધિક્ષક હરેશભાઇ જોષી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો. સાવરકુંડલા તાલુકા સહકારી સંઘ ખાતે તેમનું સન્માન કરાયું હતું. સંઘના ચેરમેન દિપકભાઇ માલાણીના અધ્યક્ષસ્થાને હરેશભાઇ જાષીને પુષ્પગુચ્છ, શ્રીફળ તથા પડો આપી અને શાલ ઓઢાડી વિદાય અપાઇ હતી. દિપકભાઇ માલાણીએ તેમને નિવૃત્ત જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે શરદભાઇ ગોદાની, લાલજીભાઇ મોર, ભીખાભાઇ કાબરીયા, કરમશીભાઇ કાનાણી, ઘનશ્યામભાઇ જાની, જે.ડી. રામાણી, દયાશંકર જાષી, ધીરૂભાઇ કથીરીયા, બાબુભાઇ રમણા, રમેશભાઇ રાદડીયા, મુકેશભાઇ ત્રિવેદી તથા રાજુભાઇ માલાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.