(એચ.એસ.એલ),નવીદિલ્હી,તા.૨૫
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ)ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આજે એટલે કે ૨૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. નોર્થ કેમ્પસના કોન્ફરન્સ રૂમમાં મતગણતરી શરૂ થઈ હતી જે હવે પૂરી થઈ ગઈ છે. પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી અને જાઈન્ટ સેક્રેટરીના ચાર પદ માટે ગળાકાપ સ્પર્ધા હતી. તમને જણાવી દઈએ કે ડીયુએસયુ ચૂંટણી ૨૭ સપ્ટેમ્બરે યોજાઈ હતી, જેમાં ૧.૪૫ લાખ પાત્ર ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો.
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીમાં એનએસયુઆઈએ બે અને એબીવીપીએ બે બેઠકો જીતી હતી. એનએસયુઆઈએ પ્રમુખ અને જાઈન્ટ સેક્રેટરી અને ઉપપ્રમુખ અને સેક્રેટરીના પદ પર એબીવીપીનો વિજય થયો છે. એનએસયુઆઈના રૌનક ખત્રી પ્રમુખ પદે જ્યારે એબીવીપીના ઉમેદવાર ભાનુ પ્રતાપ ઉપપ્રમુખ પદે જીત્યા હતા. સચિવ પદ પર એબીવીપીના મૃત્યુવૃન્દાએ જીત મેળવી હતી, આ સિવાય સંયુક્ત સચિવ પદ પર એનએસયુઆઈના લોકેશ હાશનો વિજય થયો હતો.
તમને જણાવી દઈએ કે દિલ્હી યુનિવર્સિટીએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને એફિડેવિટ પર સહી કરવાનું કહ્યું હતું. આ એફિડેવિટમાં તેઓ પરિણામ જાહેર થયા બાદ કેમ્પસમાં ડ્રમ, લાઉડ સ્પીકર, ફટાકડા કે પત્રીકાઓનો ઉપયોગ નહીં કરવાના શપથ લેશે. એફિડેવિટ ઉમેદવારોને તેમની જીતની ઉજવણી કરવા માટે રોડ શો અથવા રેલીઓનું આયોજન કરવાથી પણ પ્રતિબંધિત કરે છે. એફિડેવિટ મુજબ, જા આ શરતોનું પાલન કરવામાં નહીં આવે તો ઉમેદવારની જીત રદ થઈ શકે છે અથવા તેને ચૂંટાયેલા પદ પરથી દૂર કરવામાં આવી શકે છે. આ પગલું હાલના ચૂંટણી નિયમોને અનુરૂપ છે અને દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન ચૂંટણી દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન અંગે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલા કેસની વચ્ચે આવ્યું છે.
મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસમાં આ સોગંદનામું સબમિટ કરવા માટે ઉમેદવારો પાસે રવિવાર સુધીનો સમય હતો. આપને જણાવી દઈએ કે ડીયુએસયુના પરિણામ પહેલા ચૂંટણીના એક દિવસ પછી ૨૮ સપ્ટેમ્બરે જાહેર થવાના હતા, પરંતુ કોર્ટના આદેશને કારણે તેમાં લગભગ બે મહિનાનો વિલંબ થયો હતો. દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન પરિસરમાં ફેલાયેલી ગંદકી સાફ ન થાય ત્યાં સુધી પરિણામોની જાહેરાત પર રોક લગાવી દીધી હતી.
યુનિવર્સિટીએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ જમા કરાવ્યો હતો, પરંતુ સફાઈ પ્રક્રિયા પૂરી થઈ શકી ન હોવાથી તેમાં વિલંબ થયો હતો. અગાઉ પરિણામ ૨૧ નવેમ્બરે જાહેર થવાનું હતું, પરંતુ હવે પરિણામ આજે જાહેર થયું છે