અમરેલી જિલ્લાના વરસડા ગ્રામપંચાયત ખાતે ડીડીઓ દિનેશ ગુરવની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ હતી. રાત્રિસભામાં પ્રધાનમંત્રી આવાસ, મિશન મંગલમ, આંગણવાડી, ખેતીવાડી, આરોગ્ય સહિતની યોજનાઓની અધિકારીઓએ માહિતી આપી હતી. ડીડીઓ દ્વારા કેન્સર પીડિત દર્દીને સહાયનો ચેક વિતરણ તથા વિવિધ પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. રાત્રીસભામાં પ૦૦થી વધુ ગ્રામજનો હાજર રહ્યાં હતા અને સરકારી યોજનાનો લાભ લઈ ગામ સમરસ મોડેલ બને તે માટે એક થઈ જિલ્લામાં દાખલો બેસાડવા અનુરોધ કરવામાંઆવ્યો હતો.