અમરેલી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અમરેલી જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાએ ઉપસ્થિત અધિકારી અને કર્મયોગીઓને ‘વિકાસ સપ્તાહ-૨૦૨૪’ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત અંતર્ગત થનારી પ્રવૃત્તિઓ અંગે દિશાનિર્દેશ આપ્યા હતા.