ભાઈ-બહેનનાં અતુટ પ્રેમનું પ્રતિક એટલે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર- ગમે તેવી તકલીફો અને ગરીબાઈ વેઠીને પણ પોતાના ભયલાની રક્ષા માટે બહેન હંમેશા પ્રાર્થના કરતી હોય છે. ‘ખમ્મા મારા વિરા’ નવી પેઢી માટે આ શબ્દ હવે અચરજ પમાડે તો ના નહિ. લોક સાહિત્યનો ઉજળો એક પ્રસંગ યાદ આવે છે. એક ગામડુ-ગામ હતું નવરાત્રીના તહેવારમાં રાત્રે ગામની દસ-પંદર વર્ષની દીકરીઓ માથે ગરબો લઈને નવરાત્રીમાં કાલી-ઘેલી ભાષામાં માતાજીના ગરબા લેતી હતી. તેમાં એક દીકરીના માથે ગરબો અને કાંખમાં દોઢ બે વર્ષનું બાળક હતું. કોઈએ કહ્યુ બેન દીકરી આ તારા ભયલાને ઘેર મૂકીને પછી ગરબે રમવા આવ ગરબો પડી જશે. ત્યારે દસ-બાર વર્ષની દીકરીએ જવાબ આપેલો કે ઘેર કોની પાસે મારા ભયલાને મૂકીને આવુ? મારી મા તો મરી ગઈ છે. આજના હળાહળ કળયુગમાં આવી બહેનો જંગદબા કયાં શોધવા જવી ? આજના આધુનિક યુગમાં મોબાઈલ ક્રાન્તિના સારા પરિણામો કરતા માઠાં પરિણામો ખુબ આવ્યા છે. અનેક પરિવારો છીન્ન ભીન્ન થઈ ગયા છે. ત્યારે સામાજીક જાગૃતિ ખુબ જરૂરી છે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે ક્રાન્તિકારી રહ્યો છે. નવા-નવા સંશોધનોના કારણે હરીત ક્રાન્તિમાં ખેત ઉત્પાદન ક્ષેત્રે આપણે નિકાસકર્તા દેશ તરીકે ખ્યાતિ પામી રહ્યા છીએ. આજે દેશના વૈજ્ઞાનિકોના સફળ પ્રયત્નો થકી અગાઉથી વાવાઝોડું, વરસાદ, ઠંડી, અસહ્ય તાપ જેવી આગાહીઓ શકય બની છે. જેના ફાયદાઓ ખેતીમાં થઈ રહ્યા છે. આઝાદીના ૭પ વર્ષ પછી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક રાજયના દરેક ખેડૂતોના સર્વે નંબરમાં શું વાવેતર થયેલ છે તેના માટે ડીઝીટલ ક્રોપ સર્વે એટલે આપણી સાદી ભાષામાં ગામ નમૂના નં.૧ર એટલે કે પાણી પત્રકમાં હવે સાચી નોંધ થશે એ દિશામાં કામગીરી થવા જઈ રહી છે.
અત્યાર સુધી આમ જોઈએ તો નમૂના નં.૧ર પાણી પત્રક એ મહેસુલી દફતર છે અને તેમાં વાવેતરની નોંધ કરવાની જવાબદારી તલાટી કમ મંત્રીની હતી. આપણે જાયું છે કે મોટા ભાગના ખેડૂતો આ પાણી પત્રકમાં નોંધ કરાવવા માટે જતા ન હતા અને પરિણામે તલાટી-મંત્રીઓ પાક વાવેતરના અંદાજીત આંકડા આપી દેતા જેના પરિણામે કયા પાકનું કેટલુ વાવેતર થયુ એ સાચો અંદાજ ન આવતો. કેટલુ ઉત્પાદન થશે એ આંકડા હવામાં રહેતા. સરકારી ખરીદીના અંદાજા અંદાજીત રહેતા તેમજ આયાત-નિકાસ નીતિમાં મોટો માર પડતો હતો. આ સ્થિતિમાંથી ખેડૂતોને બહાર લાવવા માટે આગામી ૪પ દિવસ સુધી ગામના દરેક સર્વે નંબર ઉપર ગામના જ સ્થાનિક યુવાનને મહેનતાણુ આપીને ઓનલાઈન ડીઝીટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં ખેડૂતોએ કોઈ રકમ આપવાની નથી. સર્વેની કામગીરીનું મહેનતાણું સરકાર ચૂકવશે. ડીઝીટલ ક્રોપ સર્વે એ ખરા અર્થમાં કૃષિમાં ક્રાન્તિ લાવી શકાય તેમ છે. આ સર્વેમાં ખેડૂતો જાગૃત બનીને જા ધ્યાન આપશે, ઓનલાઈન સર્વે કરાવશે તો ખેડૂતોની આવતી કાલ ખુબ ઉજજવળ હશે. તેની અસરો અને ફાયદા અનેક છે. પછી કુદરતી આપદામાં ફોર્મ સર્વે હોય લાઈનમાં ઉભા રહેવા જેવી બાબતો નિવારી શકાય તેમ છે. કારણ કે આજે ડેટાનો જમાનો છે. ડીઝીટલ ક્રોપ સર્વે ૪પ દિવસે પૂર્ણ થતાં એક કોમ્પ્યુટરનાં બટનથી નામ પ્રમાણે પાકનું વાવેતર, નામ, વિસ્તારની માહિતી ઉપલબ્ધ થશે.
હકિકતમાં ડીઝીટલ ક્રોપ સર્વેમાં ગુજરાત રાજયમાં ૬ જિલ્લાઓમાં શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અરવલ્લી, મહેસાણા, નર્મદા, ડાંગ, વલસાડ, પોરબંદરનો સમાવેશ થાય છે. જેના સારા પરિણામો પછી ચાલુ વર્ષે રાજયના તમામ જિલ્લાઓના ૧ કરોડથી વધુ સર્વે નંબર ઉપર જઈને પાકના વાવેતરના ક્ષેત્ર અને વિસ્તાર સાથેની માહિતી ડીઝીટલ ક્રોપ સર્વેની એપ ઉપર અપલોડ કરવામાં આવશે.
માહિતી અને ડેટાબેઈઝ બાબતોમાં જે દેશ આગળ છે ત્યાં સફળતા સરળતાથી મળે છે. કારણ કે તમામ માહિતીઓ એકત્ર થયેલી હોય છે અને માહિતીના આધાર ઉપર માત્ર નિર્ણય કરવાના હોય છે. ડીઝીટલ ક્રોપ સર્વેમાં ડેટા રાજય સરકાર, કેન્દ્ર સરકાર સમક્ષ આવી જશે. પછી સરકાર આ ડેટાનો ઉપયોગ કરીને ખેડૂતો માટે અનેક નીતિઓ- મદદ- આયોજન કરી શકાશે. ખરા અર્થમાં વાવેતરના સર્વે નંબર આધારીત ડેટા સરકાર પાસે આવી ગયા પછી મિનિમમ સપોર્ટ પ્રાઈઝ એટલે કે એમ.એસ.પી.ની ખરીદીમાં કોઈપણ પ્રકારની ગડબડ થવાનો ભય રહેવા પાત્ર નથી. કારણ કે ઓનલાઈન નોંધણી કરાવતી વેળાએ પાણી પત્રકમાં જે નોંધ હશે એ જ વસ્તુઓ એમ.એસ.પી. ખરીદીમાં વેચાણ કરી શકાશે. એટલે વેપારીઓ કે ખેડૂતોના નામે વેચાણ કરતા લોકોનો નાશ થઈ શકે તેમ છે. ઉપરાંત ધોવાણ, વળતર, સહાય જેવા કિસ્સાઓમાં પણ અનેક સમસ્યાઓ હળવી બનશે. ઉપરાંત ખોટી સહાય લેનાર લોકોને અટકાવી શકાશે. દેશમાં કયા પાકનું કેટલું ઉત્પાદન થશે તેનો અંદાજ સરકારને આવી જશે. એટલે આયાત-નિકાસ નીતિ પણ યોગ્ય બનાવી શકાશે. ચાલુ વર્ષે શરૂ થયેલ ડીઝીટલ ક્રોપ સર્વેની કામગીરીમાં સંજાગ દૈનિકના માધ્યમથી ધરતીપુત્રોને વિનંતી છે કે, આ સર્વેમાં ભાગ લઈને તમારા સર્વે નંબરમાં કરેલ વાવેતરની માહિતી આપજા. જાગૃત બનજા. બીજા ખેડૂતોને જાગૃત બનાવજા. ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગે તેમ છે તેને આથમવા ના દેતા તક ઝડપી લેજા. ભવિષ્યમાં અનેક કાયદાઓ થશે. વધુ વિગત માટે આપના જિલ્લાઓના જિલ્લા ખેતિવાડી અધિકારીઓનો સંપર્ક કરવાથી વિશેષ માહિતી મળશે તો ઉપયોગ કરજા.
-:: તિખારો ::-
બુધ્ધિ અને કપટથી જીવનમાં અનેક દુર્લભ વસ્તુઓ મળી તો જાય છે. પણ ભાગ્ય અને ભગવાનની
કૃપા વિના ભોગવી શકાતુ નથી. પછી ભલે એ સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, પ્રેમ કંઈપણ હોઈ શકે.