ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે હવે આગળ વધી ગઈ છે. તેણે ફરી પોતાની પ્રોફેશનલ લાઇફમાં કમબેક કર્યું છે. જુલાઈમાં હાર્દિકથી અલગ થયા બાદ તે પોતાના દેશ સર્બિયા ગઈ હતી. હવે તે દીકરા અગસ્ત્ય સાથે ભારત પાછી આવી ગઈ છે અને આવતાની સાથે જ તેણે પોતાના પહેલાં પ્રોજેક્ટની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. થોડા કલાકો પહેલાં તેણે એક તસવીર પોસ્ટ કરી અને સિંગર પ્રીતિન્દર સાથે મ્યુઝિક વીડિયો ‘તેરે કરકે’નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તેની આ પોસ્ટ પર કુણાલ પંડ્યા નામના એથલીટે પણ રિએક્ટ કર્યું છે, જેને લોકો હાર્દિક પંડ્યાનો ભાઈ સમજી રહ્યા છે. જોકે, હાર્દિકના ભાઈનું નામ કૃણાલ હિમાંશુ પંડ્યા છે.
હવે નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સ બાદ પહેલાં પ્રોજેક્ટનું ટીઝર પણ રિલીઝ કરી દીધું છે. મ્યુઝિક વીડિયો ‘તેરે કરકે’ના ટીઝરમાં નતાશાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. તેમાં તે અલગ-અલગ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ ટીઝરમાં તેને શાનદાર ડાન્સિંગગ મૂવ અને વાક કરતાં જોઈ શકાય છે.
‘તેરે કરકે’ ગીત ૮ ઓક્ટોબરે યુટ્યુબ ચેનલ પ્લે ડીએમએફ પર રિલીઝ થશે. આ પહેલાં, નતાશા સ્ટેનકોવિકે વીડિયોનું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરને શેર કરતાં તેણે લખ્યું, ‘તેરે કરકેની ધૂન પર થનગનવા તૈયાર થઈ જાવ.’ નતાશાની આ પોસ્ટ પર કુણાલ પંડ્યાએ કોમેન્ટ કરી હતી, જેને લોકો હાર્દિક પંડ્યાનો ભાઈ સમજી રહ્યાં છે. કુણાલ પંડ્યાએ નતાશા સ્ટેનકોવિકની પોસ્ટ પર હાર્ટ ઇમોજી બનાવીને પ્રતિક્રિયા આપી છે. વળી, ફેન્સે હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ પોતાના કામ પ્રત્યે સમર્પણ પર કોમેન્ટ કરી. એક ફેને કહ્યું, ‘તે હવે પોતાના બાળક માટે કામ કરી રહી છે! મજબૂત મહિલા.’ બીજા એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું, ‘મા, મા બની રહી છે.’
અગાઉ, એક સૂત્રએ નતાશાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. સૂત્રએ કહ્યું, ‘નતાશા હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન તેના કામ પર કેન્દ્રિત કરવા માગે છે અને તેથી જ તે ભારત પરત આવી છે. તાજેતરમાં તે ચંદીગઢમાં એક ડાન્સ નંબરનું શૂટિંગ કરતી જોવા મળી હતી અને હાર્દિકથી અલગ થયા બાદ આ તેનો પહેલો પ્રોજેક્ટ છે. તે હવે તેના કામ વિશે ખૂબ જ સિલેકટીવ બની રહી છે.