અભિનેતા અજય દેવગણે તેની બિઝનેસ ઓફિસ ફિલ્મ નિર્દેશક કબીર ખાનને લીઝ પર આપી છે. આ ઓફિસ મુંબઈના અંધેરીમાં આવેલી છે. સ્ક્વેર યાર્ડ્સ અનુસાર, કબીર ખાન આ માટે દર મહિને ૭ લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે.
અજય દેવગન અને કબીર ખાન વચ્ચે આ ડીલ માટે લીઝ અને લાયસન્સ કરાર આ મહિને સાઈન કરવામાં આવ્યો હતો. આ માટે ૧.૧૨ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપવામાં આવી છે. અજય દેવગનની આ પ્રોપર્ટીની સાઈઝ ૩,૪૫૫ ચોરસ ફૂટ છે. કબીર ખાને તેને પાંચ વર્ષની લીઝ પર લીધી છે અને તેના માટે ૩૦ લાખ રૂપિયા જમા કરાવ્યા છે.
અજય દેવગનની આ પ્રોપર્ટી ઓશિવારામાં વીરા દેસાઈ રોડ પર સિગ્નેચર ટાવરમાં આવેલી છે. આ ટાવરમાં અજય અને કાજાલની ઘણી પ્રોપર્ટી છે. આ જ ટાવરમાં સારા અલી ખાન, અમિતાભ બચ્ચન અને કાર્તિક આર્યનની પ્રોપર્ટી પણ સામેલ છે.
અજય દેવગન છેલ્લે ફિલ્મ ઓરોં મેં કહાં દમ થામાં જાવા મળ્યો હતો, જેણે બોક્સ ઓફિસ પર ખરાબ કમાણી કરી હતી. અજયની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં સિંઘમ અગેઈનમાં જાવા મળશે. આ ફિલ્મ રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે. આ પછી તે ‘દે દે પ્યાર દે ૨’ અને ‘રેઈડ ૨’માં પણ જાવા મળશે.