જીઓ, ડિઝની જેવી દિગ્ગજ કંપનીઓને પછાડીને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ફ્રેન્ચાઇઝી આઇપીએલ માટેના આગામી પાંચ વર્ષના ટેલિવિઝન રાઈટ્‌સ સોનીએ જીતી લીધાં છે. અહેવાલ અનુસાર સોનીએ ટીવી અને ડિઝીટલ રાઇટ્‌સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની બોલી જીતી લીધી છે.
એક અહેવાલ પ્રમાણે આઇપીએલના મીડિયા રાઇટ્‌સ વેચાઇ ગયા છે. ટીવીના રાઇટ્‌સ ૫૭.૫ કરોડ રૂપિયા અને ડિઝીટલ રાઇટ્‌સ માટે ૪૮ કરોડમાં વેચાયા છે સોનીને આગલા ૫ વર્ષ માટે આ રાઇટ્‌સ જીત્યાં છે. અગાઉ, આઇપીએલના ટીવી અને ડિજિટલ રાઇટ્‌સ ડિઝનીની માલિકીની સ્ટાર ઇÂન્ડયા પાસે હતા. રિપોર્ટ અનુસાર હાઈપ્રોફાઈલ આઇપીએલના આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્‌સ માટે ઈ-હરાજીમાં પ્રથમ દિવસના અંતે માત્ર બે જ કેટેગરી માટે જે રૂપિયા ૪૩,૦૫૦ કરોડની બોલી લગાવવામાં આવી હતી તેમાં સોનીએ બાજી મારી છે.
આઇપીએલની વર્ષ ૨૦૨૩થી ૨૦૨૭ સુધીની સિઝન માટેના ભારતમાં ટીવી પ્રસારણ અને ભારતીય ઉપખંડના ડિજીટલ રાઈટ્‌સ માટે જ ટોચની કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી હતી. હરાજીમાં લગાવવામાં આવેલી બોલી અનુસાર બોર્ડને આગામી પાંચ વર્ષ આઇપીએલની એક મેચ થકી હાલની સ્થિતિતિમાં માત્ર ભારત અને ઉપખંડમાં જ ટીવી અને ડિજિટલ રાઈટ્‌સથી કુલ મળીને રૂપિયા ૧૦૫ કરોડની કમાણી થશે તે લગભગ નક્કી છે.
આઇપીએલના મીડિયા રાઈટ્‌સને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં ભારતીય ઉપખંડના ટીવી રાઈટ્‌સ, ભારતીય ઉપખંડના ડિજિટલ રાઈટ્‌સ, ૧૮ પસંદગીની મેચ (પ્લે ઓફ)ના ડિજિટલ રાઈટ્‌સ અને વિદેશી માર્કેટના ટીવી-મીડિયા રાઈટ્‌સનો સમાવેશ થાય છે. રાઈટ્‌સની રેસમા રિલાયન્સની સાથે સાથે ડિઝની સ્ટાર, સોની અને ઝીનો પણ સમાવેશ થાય છે. આઈપીએલની આગામી ત્રણ સિઝનમાં ૭૪-૭૪ મેચ રમાશે જ્યારે આખરી બે સિઝનમાં ૯૪-૯૪ મેચ માટે બોલી લગાવવામાં આવી રહી છે.
નોંધપાત્ર છે કે, ભારતમાં ટીવી રાઈટ્‌સની બેઝ પ્રાઈઝ ૪૯ કરોડ રૂપિયા પ્રતિ મેચ છે, જે પ્રથમ દિવસે રૂપિયા ૫૭ કરોડે પહોંચી હતી. જ્યારે ભારતના ડિજિટલ રાઈટ્‌સ માટેની બેઝપ્રાઈઝ ૩૩ કરોડ રૂપિયા પ્રતિ મેચ છે, જે ૪૮ કરોડે પહોંચી ગઈ છે.પેકેજ સી પ્લે ઓફ મેચના ડિજિટલ રાઈટ્‌સ માટે ૧૧ કરોડ રૂ. અને પેકેજ ડી વિદેશી માર્કેટમાં ટીવી-મીડિયા રાઈટ્‌સ માટે ૩ કરોડ રૂપિયા બેઝ પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે. પ્રથમ બે કેટેગરીનો ફેંસલો થાય પછી જ સી અને ડી કેટેગરીનો નિર્ણય લેવાશે.
વિકોમ૧૮નું લુપા સિસ્ટમ્સ (ઉદય શંકર અને જેમ્સ મર્ડોક) સાથેનું સંયુક્ત સાહસ, વોલ્ટ ડિઝની (સ્ટાર), ઝી, સોની (બંને, ભારતીય મીડિયા અને ડિજિટલ રાઈટ્‌સ). ટાઈમ્સ ઈન્ટરનેટ, ફેન કોડ, ફનએશિયા, ડ્રીમ૧૧ (ફક્ત ડિજિટલ રાઈટ્‌સ) બિડિંગ માટે ૪ પેકેજ જવાના છે તથા પ્રત્યેક પેકેજ તેની સૌથી વધુ બોલી લગાવનારને ફાળે જશે.