ડિજીટલ પેમેન્ટ દ્વારા લાંચ સ્વાકીરનીરી અમદાવાદ આરટીઓની મહિલા જુનિયર કલાર્ક સ્વાતિ આર.રાઠોડની એસીબીએ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરીયાદી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવે છે. તેઓના બે અસીલો કે જેમને ડુપ્લીકેટ આર.સી. બુક મેળવવાની હોવાથી તે સારું ઓનલાઇન ચલણથી ૭૦૦ રૂપિયા આરટીઓમાં ફી ભરી હતી.તેમ છતાં અમદાવાદ આરટીઓ કચેરીની મહિલા જુનિયર ક્લાર્ક સ્વાતિબેન રમેશભાઈ રાઠોડે વેરીફાઈ અને એપ્રુવલના બહાને ફરિયાદીને પોતાનો કયુ.આર. કોડ વાટ્‌સએપ દ્વારા મોકલી ૮૦૦ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ તેઓને ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ એપનું સ્કેનર / ક્યુઆર કોડ મોકલીને આપી દેવાનું જણાવ્યું હતું.જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન સ્વાતી રાઠેડે ફરીયાદી સાથે વાતચીત કરી, ગેરકાયદેસર લાંચના નાણાં રૂ૮૦૦ ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પોતાના સ્કેનર/ક્્યુઆર કોડથી સ્વીકારી, ગેરકાયદેસર લાંચના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા થયાની સ્વીકૃતિ આપી, પકડાઇ ગઈ હતી.