ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમે ડિજીટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવતી ગેંગના ૮ શખ્સોને ઝડપી લીધા છે.આ અંગે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ ડિજીટલ એરેસ્ટની નવી મોડસ ઓપરેન્ડી અજમાવી હતી. જેમાં ફરિયાદીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, પબ્લિક પ્રોસીત્યુટર અને નોટરી ઓફિસર જેવી ખોટીઓળખ આપીને મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી હોવાનું કહીને ધમકી આપી હતી.બાદમાં ફરિયાદીને ડિજીટલ એરેસ્ટ કરેલ હોવાનું કહીને અલગ અલગ ખાતાઓમાં રૂ.૧૯,૨૪,૪૧,૫૪૧ જમા કરાવીને છેતરપિંડી કરી હતી.સાયબર ફેર્ડના નાણાં સગેવગે કરવા બેન્ક ખાતાઓ પ્રોવાઈડ કરાવી પોતાના બેન્ક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી સેલ્ફ ચેક મારફતે નાણા ઉપાડી લીધા હોવાનું તપાસમાં જણાયું હતું.
પોલીસે બેન્ક ખાતાઓની તપાસ કરતા રાજકોટ, જામનગર, અમરેલી ખાતેથી અલગ અલગ આઠ બેન્ક ખાતાઓમાં રૂ.૫૦,૦૭,૦૫૦ સેલ્ફ ટેક વિડ્રોઅલ થયા હોવાનું જણાયું હતું.આથી પોલીસે ત્રણ અલગ અલગ ટીમ બનાવીને આ કેસમાં આઠ શખ્સોની ધરપકડ કરી હતી.
જેમાં જામનગરના યશપાલ ભરતસિંહ ચૌહાણ(૨૪), રાજકોટના નાઝ ઈબ્રાહીમ રાઝસુમરા(૨૩), રાજકોટના નિલેષ જમનભાઈ રાંક(૩૨), અમરેલીના જયદેવ બંકેશભાઈ રાંક(૨૦), જામનગરના અમીરહુસેન અનવરભાઈ માણેક(૨૧), અમરેલીના શબીર હનીફભાઈ સંવટ(૨૩), અમરેલીના રસીદ રમજાન પઠાણ(૨૧) અને જામનગરના ઈસ્માઈલ બચુભાઈ ખુંભીયા(૨૯)નો સમાવેશ થાય છે.










































