ચીફ જÂસ્ટસ બીઆર ગવઈએ ડિજિટલ યુગમાં છોકરીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું હતું કે ઓનલાઈન સતામણી, સાયબર હુમલા, ડિજિટલ સ્ટોકિંગ, વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ અને ડીપફેક છબીઓ જેવા મુદ્દાઓને કારણે છોકરીઓ ગંભીર રીતે સંવેદનશીલ છે. તેમણે કાયદા અમલીકરણ એજન્સીઓ અને નીતિ નિર્માતાઓ માટે વિશેષ કાયદા અને તાલીમની જરૂરિયાત પર ભાર મૂક્્યો હતો.સીજેઆઇ “બાળકની સલામતીઃ ભારતમાં તેના માટે સલામત અને સક્ષમ વાતાવરણ તરફ” પર રાષ્ટ્રિય વાર્ષિક હિસ્સેદાર પરામર્શને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ સુપ્રીમ કોર્ટની કિશોર ન્યાય સમિતિ ના નેજા હેઠળ યુનિસેફ ઇન્ડિયાના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે બંધારણીય અને કાનૂની રક્ષણ હોવા છતાં, દેશમાં ઘણી છોકરીઓ કમનસીબે હજુ પણ તેમના મૂળભૂત અધિકારો અને અÂસ્તત્વ માટે જરૂરી મૂળભૂત આવશ્યકતાઓથી વંચિત છે. આ નબળાઈ તેમને જાતીય શોષણ, ઉત્પીડન અને અન્ય હાનિકારક પ્રથાઓ જેમ કે સ્ત્રી અંગોનું વિકૃતિકરણ, કુપોષણ, લિંગ-પસંદગીયુક્ત ગર્ભપાત, તસ્કરી અને તેમની ઇચ્છા વિરુદ્ધ બાળ લગ્નના વધુ જાખમમાં મૂકે છે.ન્યાયાધીશ ગવઈએ વધુમાં કહ્યું, “તેમની (છોકરીઓ)ની સુરક્ષા ફક્ત તેમના શરીરનું રક્ષણ કરવા વિશે નથી, પરંતુ તેમના આત્માઓને મુક્ત કરવા વિશે પણ છે. આપણે એક એવો સમાજ બનાવવો જાઈએ જ્યાં તેઓ ગૌરવ સાથે માથું ઊંચું રાખીને ઊભા રહી શકે અને જ્યાં શિક્ષણ અને સમાનતા દ્વારા તેમની આકાંક્ષાઓનું પોષણ થાય… આપણે ઊંડાણપૂર્વક મૂળ ધરાવતા પિતૃસત્તાક રિવાજાનો સામનો કરવો જાઈએ અને તેને તોડી પાડવું જાઈએ જે છોકરીઓને તેમનું યોગ્ય સ્થાન લેતા અટકાવે છે.”રવીન્દ્રનાથ ટાગોરની કવિતા “વ્હેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર” ને યાદ કરતા સીજેઆઈએ કહ્યું કે આ કવિતા બાળકીની સુરક્ષા માટે પ્રાપ્ત થનારી ભાવનાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આપણા દેશની કોઈપણ છોકરી ભયના છાયા હેઠળ જીવે છે ત્યાં સુધી આ સ્વપ્ન અધૂરું રહેશે.







































