સાવરકુંડલા એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓને કન્સેશન પાસ કઢાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે બહારગામ શિક્ષણ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે રિઝર્વેશન કાઉન્ટર પર ફરજ બજાવતા કર્મીએ જણાવ્યું હતું કે, નેટવર્ક સર્વર ધીમું હોવાના કારણે કન્સેશન પાસ કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. કન્સેશન પાસ સાથે રિઝર્વેશન સેવા પણ આ કાઉન્ટર પરથી કરવામાં આવી રહી છે. શાળા-કોલેજ ખુલતાં યાત્રિકો અને વિદ્યાર્થીઓનો ધસારો રહેતો હોય અને સર્વર ધીમું ચાલતું હોવાથી વિલંબ થઈ રહ્યો છે. પરંતુ તમામ કાર્યને ન્યાય આપી અમારા દ્વારા પુરતા પ્રયત્નો કરી રહ્યા છીએ.