ડિજિટલ ઇન્ડિયા અને સુશાસનના ભાગરૂપે ભારતીય ટપાલ ખાતાએ પેન્શનર્સ માટે વધુ એક ઉમદા પહેલ કરી છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા પેન્શનર્સની વાર્ષિક હયાતીની ખરાઈ (Life Certificate) નિઃશુલ્ક કરવામાં આવશે. આ સેવા મે, જૂન અને જુલાઈ માસ દરમિયાન પૂરી પાડવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે થયેલા એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ આૅફ અન્ડરસ્ટેન્ડિંગ) હેઠળ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (IPPB) દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોસ્ટ વિભાગના કર્મચારીઓ પેન્શનર્સના ઘરે જઈને હયાતીની ખરાઈ કરશે. આ પ્રક્રિયા માટે પેન્શનર્સને તેમનો પી.પી.ઓ. નંબર, બેંક એકાઉન્ટ નંબર અને આધારકાર્ડ સહિતની વિગતો આપવી પડશે.
આ પહેલથી પેન્શનર્સને ડિજિટલ ઇન્ડિયાનો લાભ મળશે અને તેમને વધુ ઝડપી તથા સુલભ સેવાઓ મળી રહેશે.







































